RBI ના નવા નિયમ મુજબ 2000 ની ફાટેલી નોટની આવી હાલત હશે તો ફક્ત આટલા રૂપિયા જ મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-02-2021

ફાટેલી નોટના બદલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયમ 2009માં ઘણા મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નિયમો અનુસાર, નોટની સ્થિતિના આધારે લોકો દેશભરમાં આરબીઆઇના કાર્યલયો પર અનેક નામિત બેંક શાખાઓમાં વિકૃત અથવા ફાટેલી નોટ બદલાવી શકો છો. જો તમારી પાસે પણ ફાટેલી નોટ છે તો ચિંતા કરવાની જરૂર નથી. જાણો તમે ફાટેલી નોટો કેવી રીતે અને ક્યાં બદલાવી શકો છો

તમે તમારી આસપાસની કોઇ પણ બેંકની બ્રાંચમાં પહોંચીને આ નોટોને બદલાવી શકો છો. પરંતુ આ સુવિધા દરેક બેંકમાં ઉપલબ્ધ નથી હોતી. બેંકના કર્મચારી તમારી નોટને બદલવાથી ઇન્કાર કરી શક્તા નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તેઓ ફાટેલી નોટને બદલે. સાથે જ તેઓને પોતાની શાખાઓમાં આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવાનું રહેશે.

2000ની ફાટેલી નોટના બદલામાં મળશે આટલા રૂપિયા: RBIના નિયમો અનુસાર નોટ કેટલી ફાટેલી છે તે તેની સ્થિતિ પર આધાર કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આધિકારીક વેબસાઇટ પર રહેલી જાણકારી અનુસાર 2000 રૂપિયાની નોટનું 88 વર્ગ સેંટીમીટર (cm) હોવા પર સંપૂર્ણ પૈસા મળશે. ત્યાં જ 44 વર્ગ સીએમ પર અડધા જ રૂપિયા મળશે.

બેંક નથી લેતી કોઇ ચાર્જ: ફાટેલી નોટ બદલવા માટે બેંક તમારી પાસેથી કોઇ પણ પ્રકારની ફીસ લેતી નથી. આ સર્વિસ બેંક દ્વારા મફતમાં આપવામાં આવે છે. જોકે બેંક આવી નોટોને બદલવાથી ઇન્કાર કરી શકે છે જે ખુબ જ ખરાબ હોય અથવા ખુબ જ સળગેલી હોય. જો બેંકને શંકા છે કે, નોટને જાણી જોઇને ફાડવામાં આવી છે તો તેને પણ બદલામાં આવતી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો