નવજાત શિશુને પણ આપી શકાય તેવી વેક્સીન તૈયાર થઇ રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-02-2021

દેશમાં નાના બાળકો અને નવજાત શિશુઓ માટેની વેક્સિન આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે અને ઓક્ટોબરમાં જ નાના બાળકોને તે આપવાનું શરૂ કરાશે. નવજાત શિશુને પણ જન્મના થોડા સમય પછી આ વેક્સિન આપી શકાશે તેમ સીરમ ઇન્સ્ટિટયૂટના ગ્રૂપ એક્ઝિમ ડિરેક્ટર પી સી નામ્બિયારે જણાવ્યું હતું. આ વેક્સિનનો ઉપયોગ પછીથી જે બાળકો કોરોના પોઝિટિવ જણાય તેને આપવા માટે વિકસાવાશે. સીરમ દ્વારા કોરોનાને લગતી બીજી કેટલીક વેક્સિન પણ બનાવાઈ રહી છે જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. નોવાવેક્સ વેક્સિન જૂન સુધીમાં બજારમાં મળતી થઈ જશે. તેનું ટેસ્ટિંગ ઝડપથી કરાઈ રહ્યું છે.

કોડાજેન્કિસના સહયોગથી બનાવાતી વેક્સિન કોવિ-વેક ની બે ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. નામ્બિયારે મીડિયા રિપોર્ટમાં કહ્યું હતું કે કોવિશીલ્ડનું ઉત્પાદન એપ્રિલથી દર મહિને 20 કરોડ ડોઝ કરાશે. હાલ તેનું દર મહિને 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરાય છે. તેનું કોમર્શિયલ વેચાણ કરવું કે કેમ તે સરકારના આદેશો મુજબ નક્કી કરાશે. કોવિશીલ્ડ મેલેરિયા બેઝડ વાઇરસ પરથી બનાવાઈ છે તેથી તે કોરોનાના તમામ વાઇરસનાં અસરકારક પુરવાર થશે. તેને કોઈ ખાસ કોરોના વાઇરસનો ઉપયોગ કરીને બનાવાઈ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો