રાજકોટના કલેક્ટર સહિત ફ્રંટલાઈન કોરોના વોરિયર્સને અપાઈ વેક્સીન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-01-2021

(હિતેન સોની) રાજ્યમાં આજે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં રેવન્યુ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, જીઆરડી, જેલ સ્ટાફ, ડિઝાસ્ટર, અર્બન ડેવલપમેન્ટ, પંચાયત, કોર્પોરેશન સહિતના સ્ટાફને કોરોના રસી આપવામાં આવી રહી છે. કુલ ૩.૨ લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવા આયોજન કરાયું છે.

આગામી 4થી 5 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. જેના માટે આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે સંકલન કરીને કામગીરી થઈ રહી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા સહિત ગાંધીનગર ખાતેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, એ.કલેકટર પરિમલ પંડ્યા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી, એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, રૂરલ પોલીસમાંથી એસપી બલરામ મીણા, ગોંડલ વિભાગના ડીવાયએસપી ઝાલા, રૂરલ ક્રાઇમ બ્રાન્ચ – એસઓજી પીઆઇ અજયસિંહ ગોહિલ, પીએસઆઈ કાલોદરા, એસઓજી, પીએસઆઈ રાણા, ગોંડલ સિટી પીઆઇ સંજયસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પીએએસાઈ પરમાર, ગોંડલના મહિલા પીએસઆઈ અલ્કા ઠાકોર, આ ઉપરાંત રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજી ટીમ સહિતના અધિકારીઓએ વેક્સિન લઈ અન્ય પોલીસ કર્મચારીઓને વેક્સિન લેવા પ્રેરણા આપી હતી.

પોલીસ કમિશ્નરના જણાવ્યા મુજબ શહેરમાં 1000 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની મંજૂરી મળી છે. આવતીકાલ સુધીમાં તમામ પોલીસ કર્મચારી અધિકારીઓને વેકસીનનો પ્રથમ ડોઝ મળી જાય તે પ્રમાણની તૈયારી થઈ છે.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું મુજબ, લોકડાઉનથી અત્યાર સુધીમાં પોલીસે ખડેપગે કામગીરી કરી અને કોરોના સંક્રમણ અટકાવવા સતત પ્રયત્નશીલ રહી, રાજકોટ પોલીસની કામગીરી રાષ્ટ્રીય કક્ષાએ પણ બિરદાવવામાં આવી આ દરમિયાન 270 અધિકારી, પોલીસ કર્મી સંકમિત થયા હાલ એક પણ પોલીસ જવાન સંકમિત નથી અને વેક્સિન પણ અપાઈ રહી છે ત્યારે આજનો દિવસ પોલીસ માટે સોને પે સુહાગા જેવો છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ 42 દિવસમાં વેક્સિન લેનાર વ્યક્તિ કોરોનાથી પુરી રીતે સુરક્ષિત થઈ જાય છે. ત્યારે અમને આશા છે કે આગામી 18 માર્ચ સુધીમાં તમામ પોલીસ કર્મચારીઓ કોરોના સામે સુરક્ષિત થઈ જશે. તેમણે સહકાર આપવા બદલ રાજકોટની જનતાનો આભાર માન્યો અને કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે પોલીસ જવાનોને રસી આપવા બદલ સરકારનો પણ આભાર માન્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ખોખરે આપેલી માહિતિ મુજબ આ મહામારી દરમિયાન અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્યના કુલ 146 પોલીસ અધિકારી, કર્મચારી કોરોના સંકમિત થયા જેમાં હાલ એક પણ પોલીસ જવાન સંકમિત નથી. તમામ કોરોને મ્હાત આપી ફરજ પર પાછા આવ્યા છે. આમ જિલ્લામાં કુલ કોરોનાની ફરજ દરમિયાન 416 પોલીસ જવાનો સંકમિત થયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો