મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમૂહલગ્ન યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-01-2021

આગામી તારીખ 30/5/21ના રોજ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા ઇચ્છતા પરિવારોને વાર ક્ધયાના નામની સમયસર નોંધણી કરાવવા માટે આયોજકોએ કહ્યું છે. આ તૃતિય સમૂહ લગ્નનું આયોજન વિ.સવંત- 2077 વૈશાખ વદ પાંચમને તારીખ 30/5/21 ને રવિવારના રોજ રાખેલ છે. જેમાં જે કોઈને જોડાવું હોઈ તે વર-કન્યાના માતા-પિતાએ જરૂરી કાગળો સાથે સમયસર ટ્રસ્ટીઓનો સંપર્ક કરીને વર-ક્ધયાના નામની નોંધણી કરાવી લેવી રહેશે તેમજ દશનામ ગોસ્વામી સમાજ આ સમુહ લગ્નમા દિકરીઓના કરીયાવર સબંધે દાન આપવા માંગતા હોઈ તેઓએ પણ ટ્રસ્ટીઓનો સંપકઁ કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે. આ વર્ષે સમૂહલગ્નનું આયોજન સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે અને વધુ વિગત માટે શિવ ડિજીટલ, 20-ઘનશ્યામ ચેમ્બર,એકસીસ બેંકની સામે,જુના મહાજન ચોક, મોરબી ખાતે રૂબરૂ મળવુ અથવા ટ્રસ્ટી અમિતગીરી (99138 96917), તેજસગીરી (98795 90146), નિતેષગીરી (98252 64061), બળવંતગીરી (95583 15315), પંકજગીરી (76983 26161), અક્ષયગીરી (90991 37484), દેવેન્દ્ગગીરી (96383 54610), કમલેશપરી (99138 03097), દિલીપગીરી (99095 41395), પ્રકાશગીરી (99257 41924), કીતીઁગીરી (93774 70589) અથવા ચેતનગીરી (97243 34771) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો