મોરબી સામાંકાંઠે ભુગર્ભગટર મામલે મહિલાઓનો પાલિકા કચેરીએ ઘેરાવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-01-2021

મોરબીમાં સામાકાંઠે આવેલી સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાતી હોય એ ઉભરાતી ગટરના દૂષિત પાણી શેરી અને ઘરોમાં ફળી વળવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આ સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને પાલિકા કચેરીએ ઘસી જઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. મહિલાઓએ ગટર ઉભરાતી હોવાથી થતી હાલાકીની ઉગ્ર રજુઆત કરી હતી. જો કે તંત્ર હાલ પૂરતી આ સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં ગટરનો પ્રશ્ન હલ ન થાય તો મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાન સોસાયટીમાં ઉભરાતી ગટર પ્રશ્ને મહિલાઓનું ટોળું આજે પાલિકા કચેરીએ ઘસી ગયું હતું.મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાઈ રહી છે અને ગટર ઉભરાતી હોવાથી શેરીમાં તો ઠીક પણ ઘરમાં પણ ગટરના દૂષિત પાણી ઘુસી જાય છે.આથી લોકો દૈનિક ક્રિયાઓ પણ કરી શકતા નથી.ઘરમાં ગટરના પાણી ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત છે. અનેક રજૂઆત છતા પ્રશ્ન યથાવત રહેવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો