ચૂંટણી પરિણામોની તારીખનો મુદ્દો HCમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-01-2021

બાકી મતદાન પહેલાં મહાનગરોનાં પરિણામ જાહેર થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા ‘પ્રભાવિત’ થઇ શકે તેવી રાવ-ફરિયાદ

મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે રજૂઆત કરી હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવી અરજીમાં કરાઇ રજૂઆત કેમકે મહાનગરોની ચૂંટણીના પરિણામો બાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઇ શકે. સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જોઇએ તેવી રજૂઆત કરી છે. મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે કરી રજૂઆત.સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવી અરજીમાં રજુઆત કરાઇ છે. ચૂંટણી દરમિયાન રાત્રે 10થી સવારે 6 સુધી ‘લાઉડ’ પાબંધી

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી-2021નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.21 અને 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા અનુસાર સુરત જિલ્લામાં (શહેરી વિસ્તાર સહિત)માં ચૂંટણીના સભા-સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના 6:00 વાગ્યા પહેલા અને રાત્રે 10:00 વાગ્યા પછી કરવો નહીં. આ સમય દરમિયાન ચૂંટણીપ્રચારના વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇપણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. જે પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કર્યા ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવાર 6:00 વાગ્યા પહેલા અને રાત્રે 10:00 વાગ્યા પછી કરી શકાશે નહીં. કોઈપણ મતદાર વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના 48 કલાકની મુદત દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. અપવાદના કિસ્સાઓમાં કેટલાક ધાર્મિક તહેવારોની ઉજવણીના પ્રસંગોએ આપેલ સમયની છુટછાટ મુજબ જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. આ જાહેરનામું તા.05/03/2021 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો