મોરબી: સદભાવના હોસ્પિટલના સ્ટાફની ખુલ્લેઆમ ગુંડાગીરી 

કાયદો હાથમાં લઇ પોલીસ વિભાગને ખુલ્લી ચેલેન્જ : અખબારના વિતરકોને બળજબરીપૂર્વક કેદ કરી દીધા 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-01-2021

મોરબી: થોડા સમય પહેલા સદભાવના હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પ્રેસ-મીડિયાના મહિલાનું બેદરકારી દાખવી મૃત્યુ નિપજાવ્યું હતું, જેના સમાચારની વિગત દિવ્યક્રાંતિ અખબારમાં પ્રસિદ્ધ થયેલ હતી જે અખબારનું સમગ્ર મોરબી શહેરની તમામ સરકારી કચેરી, તમામ બજાર, શહેરની દરેક સોસાયટીમાં વિતરણ ચાલુ હતું તે સમયે અખબાર વિતરણ દરમિયાન વિતરકો દ્વારા સદભાવના હોસ્પિટલમાં અખબારની કોપી નાખવા જતા ત્યાંના ડોક્ટરોના ઈશારા પર સ્ટાફના માથાભારે લોકો દ્વારા બંને વિતરકો સાથે હાથ પકડી બળજબરીથી એક રૂમમાં કેદ કરી માનસિક ત્રાસ આપેલ હતો.

 સમગ્ર ઘટનાની અખબારના માલિકને જાણ થતા. તુરંત મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફોન કરી આ ઘટનાની માહિતી આપી વિતરકોને સદભાવના હોસ્પિટલમાંથી છોડાવવા અંતે પોલીસની મદદ લેવી પડી હતી.

દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ નહિ પણ ઉઘાડી લૂંટ અને ગુંડાગીરી ચલાવવામાં આ હોસ્પિટલ કુખ્યાત છે સેંકડો દર્દીઓ પર લૂંટબાજી ચલાવી અનેકના અકાળે મોત નિપજાવ્યા છે. તેઓની પ્રજાદ્રોહી પ્રવૃત્તિને ખુલ્લી પાડતા તેઓએ કાયદો હાથમાં લઇ વિતરકોને કેદ કરવાની ઘટના અંજામ આપેલ હતો. 

સરકાર જયારે ડોક્ટરોને કોરોના યોદ્ધાનું બિરુદ આપે છે. તે સન્માનનો આ પ્રકારના ડોક્ટરો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. 

જવાબદાર તંત્રએ આ પ્રકારના ડોક્ટરોની શાન ઠેકાણે લાવવી જરૂરી છે. આ ઘટનાથી પત્રકાર વર્તુળો, અખબારી વિતરકો અને પ્રજામાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. 

આ સમગ્ર ઘટનાની મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ છે. સમગ્ર ઘટનાની તપાસ મોરબી એ-ડિવિઝન પોલીસ દ્વારા કરાઈ રહી છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો