રાજયનાં એ.ટી.એસ. અને આઇ.બી.નાં બે અધિકારીઓને સન્માનિત કરતા પોલીસવડા ભાટીયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-01-2021

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અસાધારણ સૂચના કૌશલ્યના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પસંદગી પામેલા પોલીસ અધિકારી ને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સન્માનિત કર્યા હતા. પોલીસ દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પદક માટે નિશ્ચિત કરેલા ધારાધોરણ મુજબ પોલીસ કર્મચારી પ્રસંશનીય કામગીરી કરી તો તેને પદક અને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવે છે. ગુજરાત પોલીસમાં આતંકવાદ વિરોધી દળ (એટીએસ)અને રાજ્યના ગુપ્તચર વિભાગ (ઇન્ટેલિજન્સ બ્યુરો) માં ફરજ દરમ્યાન સારી અને પ્રશંસનીય કામગીરી બજાવનાર પોલીસ અધિકારીઓને રાજ્ય પોલીસ વડાએ સન્માનિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યના આતંકવાદ વિરોધી દળમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન કુમાર રતિલાલ જાદવ અને રાજ્યના ગુપ્તચર વિભાગ (આઈબી)માં ફરજ બજાવતા પ્રશંસનીય કામગીરી કરનાર આસિસ્ટન્ટ ઇસ્પેક્ટર ઓફિસર કક્ષાના બાબુલાલ રતિલાલ ગીલાતરને આશિષ ભાટિયાએ સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે એટીએસ અને આઈ.બી વિભાગમા ફરજ બજાવતા આ બંને અધિકારીઓએ તેમની ફરજ દરમિયાન સીમાચિન્હ પસંદગીઓ કામગીરી કરી હતી પરિણામે આગવી સૂઝબૂઝ અને ખંતપૂર્વક ની કામગીરી કરનારા બંને અધિકારીઓને આશિષ ભાટિયાએ ગુજરાત પોલીસ વતી સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનિય છે કે ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અસાધારણ આ સૂચના કૌશલ્ય પદક 2020ના એવોર્ડ માટે આ બન્ને અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો