સફરજનની આડમાં 35 લાખથી વધુનો કાશ્મીરી ચરસનો જથ્થો NCB એ ઝડપી પાડ્યો : 5 ની ધરપકડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-01-2021

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં ડ્રગ્સનો કારોબાર (drugs business) ફેલાયેલો છે. એના પુરાવા છાસવારે મળતા રહે છે. ગુજરાતમાં પણ ડ્રગ્સનું મોટું નેટવર્ક પથરાયેલું હોય એમ છાસવારે ગાંજો, અફિણ, ચરસ (Hashish) સહિતના ડ્રગ્સ પકડાતા રહે છે. ત્યારે ગુજરાત NCBની ટીમને (NCB Gujarat team) મોટી સફળતા મળી છે. ગુજરાત NCBની ટીમે ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ યુવકોને દબોચી લીધા હતા. પકડાયેલા યુવકો પૈકી ત્રણ યુવકો કાશ્મીરના (three kashmir boy) છે જ્યારે બે યુવકો ગુજરાતના છે. એનસીબીએ 35થી 40 લાખનો ચરસનો જથ્થો પકડ્યો હતો

મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે એનસીબી ગુજરાતની ટીમે અમદાવાદના વસ્ત્રાલ પાસે એક ટ્રકને રોક્યો હતો. જેને તપાસ કરતા ટ્રકમાં સફજનની આડમાં લવાતું લાખો રૂપિયાનું ચરસ ઝડપાયું હતું. એનસીબીની ટીમે 35થી 40 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે પાંચ યુવકોને ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી ત્રણ યુવકો કાશ્મિરના અને બે ગુજરાતના હતા.

ગુજરાતના બે યુવકોમાં એક જૂનાગઢ અને એક પોરબંદરના રહેવાસી હતા. ગુજરાતના બંને યુવકો પાસેથી 2.58 લાખ રોકડા મળ્યા હતા. 23.700 ગ્રામ કાશ્મીરી ચરસ સાથે ત્રણ કાશ્મીરી યુવકો અમદાવાદ સુધી પહોંચ્યા હતા.

જ્યારે ગુજરાતના યુવકોની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી 28 વર્ષીય મકબૂલ યુસુફભાઈ મહિદા અને પોરબંદરનો રહેવાસી 23 વર્ષીય આવેશ ખાન હસીમ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ncb ના અધિકારી નું કહેવુ છે કે હાલ તપાસ ચાલુ છે અને આ કેસ માં બીજા કોણ સામેલ છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો