મેદાનમાં યોજાતા લગ્ન સહિતના પ્રસંગોમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહી શકશે

Wedding of Sahana and Tobin in Glendale, California on June 22nd 2104

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-01-2021

મુખ્યમંત્રી અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અંગે જાહેરાત કરી હતી. બીજી તરફ સીએમ રૂપાણીએ સૌથી મોટી જાહેરાત કરી હતી જેમાં તેમણે લગ્નપ્રસંગના મહેમાનોને આંમત્રિત કરવા અંગે જાહેરાત આપી છે, અને વધુ છુટછાટ આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે જો કોઈ પણ વ્યક્તિઓ ખુલ્લા મેદાનમાં લગ્ન પ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની લિમિટ રાખવામાં આવી નથી. પ્રસંગ યોજનાર ગમે તેટલા વ્યક્તિઓને આંમત્રિત કરી શકે છે. પરંતુ માસ્ક રહેવું ફરજીયાત છે. તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ખુલ્લા કે જાહેર મોટા મેદાનમાં સંખ્યાની મર્યાદાની ગાઈડલાઈન રહેશે નહી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારે લીધેલા નિર્ણયો જણાવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણીની સાથે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા… ડીજીપી આશિષ ભાટિયા… ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ એસીબીના વડા કેશવકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ગુનાખોરીને નાથવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે… સીએમે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં માથાભારે તત્વોના કારણે વિકાસ અટકી ગયો હતો પરંતુ ભાજપ સરકારે ભૂમાફિયાઓ અને ગુંડાઓને નાથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ગુજસીટોક જેવા કાયદાઓ બનાવ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષ 1995થી ચાલતા આર આર સેલને બંધ કરવાની પણ જાહેરાત કરી… તેમણે કહ્યું કે જિલ્લા એસપીની સત્તાને વધુ મજબૂત બનાવવા માટે નિર્ણય કરાયો છે. જરૂર પ્રમાણે વધુ સ્ટાફની પણ ફાળવણી કરાશે તેમ સીએમે જણાવ્યું હતુ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો