સોમવારથી ડીજીટલ મતદાન ઓળખકાર્ડ સુવિધાનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-01-2021

રાષ્ટ્રીય મતદાર દિવસ 25 જાન્યુઆરી 2001 20 થી ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારો માટે ડિજીટલ ફોર્મેટમાં ઈ મતદાર ફોટો ઓળખ પત્ર સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે આધુનિક ટેકનોલોજીની આ સુવિધા કોમ્પ્યુટર અથવા મોબાઇલ એપ દ્વારા ડાઉનલોડ કરીને તેને સાચવી રખાશે એટલું જ નહીં આ સુવિધાનો ડિજી લોકરમાં પણ અપલોડ કરી શકાય તેવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે સાથે સાથે મતદારની ઓળખ પત્ર ની પ્રિન્ટ લેમિનેટ કરાવી શકાય છે અને મતદારની ઓળખના પૂરાવા તરીકે પણ ચૂંટણી હેતુ માટે આ સુવિધા માન્ય રહેશે ઉલ્લેખનીય છે કે મતદારો આ સુવિધા મેળવવા માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ અથવા web eci.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે જેમાં મતદાર લોગીન કરીને રજીસ્ટર થયેલો મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી નંબર દાખલ કરવાની અને ત્યારબાદ અન્ય કાર્યવાહી કરવાની રહેશે ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા 2021 ડાઉનલોડ કરી શકશે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો