12 સાયન્સના વિદ્યાર્થીઓ આજથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-01-2021

કોરોના કાળ બાદ રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે. અને હવે સમાચાર સામે આવ્યા છે કે ધોરણ 12 સાયન્સના (12 Science Exam) વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. GSEB દ્વારા લેવાતી આ પરીક્ષામાં એક મહિના સુધી ફોર્મ ભરી શકાશે. અને આ વખતે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓને પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. GSEBના પરીક્ષા ફોર્મ:ધોરણ 12 સાયન્સના ફોર્મ આજથી ભરી શકાશે, રેગ્યુલર અને રિપિટરે ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.

GSEB એક પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું છે કે, જ્યની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવાય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વર્ષ 2021ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન ઓનલાઈન GSEBની વેબસાઈટ પર ભરી શકાશે.

આ ઉપરાંત યાદીમાં GSEBએ આગળ એમ પણ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રાતના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર ફોર્મ ભરી શકાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. આ માટેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ gseb.org પર મૂકવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો