રાજકોટ: રૈયા રોડ અન્ડરબ્રિજ સહિત રૂા.490 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-01-2021

(હર્ષ રાચ્છ, રાજકોટ), તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતેના અન્ડરબ્રિજનું, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તથા અન્ય વિવિધ વિકાસ કામોનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કુલ 489.50 કરોડ ખર્ચેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનો મુખ્યમંત્રીના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે તેમજ હેકેથોન -2021 – ઢયફિ જ્ઞર ઈંમયફ સ્પર્ધાનું આયોજનનો તથા આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પાઇલોટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરવામાં આવશે તેમજ માનનીય મુખ્યમંત્રી દ્વારા કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિતિ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 25.53 કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.વોર્ડ ન.-3, પોપટપરા વિસ્તારમાં રૂપિયા 43 લાખના ખર્ચે બનેલા ગાર્ડન અને બાલક્રિંડાંગણનું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત કોઠારિયા અને વાવડી તેમજ જિલ્લા ગાર્ડન વિસ્તાર માટે રૂ. 105 કરોડના ખર્ચે પીવાના પાણી માટે ઈ.એસ.આર., જી.એસ.આર. પમ્પિંગ મશીનરી અને ડી.આઈ. પાઈપલાઈનના કાર્યો પૂર્ણ કરવામાં આવેલ છે.

આમ, કુલ રૂપિયા 132.23 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત

કાલાવડ રોડ, 150’ રીંગ રોડ જંક્શન (કે.કે.વી.ચોક) પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2 + 2) ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 150 ફુટ રીંગ રોડ પર નાનામવા ચોક તથા રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રીજ (2 + 2) સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉપરાંત રોડ વર્કસના રૂપિયા 10.52 કરોડના ખર્ચે, ડ્રેનેજ વર્કસના 56 લાખના ખર્ચે, પેવિંગ બ્લોક વર્કસના 3.20 કરોડના અને કમ્પાઉન્ડ તથા રીટેઇનીંગ વોલ વર્કસ કુલ 83 લાખના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, કુલ રૂપિયા 254.50 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો