BREAKING NEWS>> રાજકોટ-મોરબી હાઇવે પર કાર ચાલકે દ્વિ-ચક્રી વાહનને હડફેટે લેતા 2 ના મોત, 6 વર્ષની બાળા ગંભીર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-01-2021

રાજકોટ, તા. 21, રાજકોટ શહેરના મોરબી હાઇવે પર (GJ11BH 7659) નંબરની કાર ચાલકે આજે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ TVS હેવિડ્યુટિ બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર દિલીપભાઈ વાળા ઉમ.55 વર્ષ,હંસાબેન વાળા ઉવ. 52 વર્ષ તથા માહી ઉ. 6 વર્ષની પુત્રીને હડફેટે લેતા આ ત્રણેયને ભયંકર ઇજા થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન દિલીપભાઈનું તથા હંસાબેનનું મોત નીપજ્યું હતું.

જયારે 6 વર્ષની બાળકી માહી હજુ ગંભીર હાલતમાં છે. આ સમગ્ર ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક તમામને ઝડપી પડ્યા છે. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે. 6 વર્ષની બાળકી માહીએ મા-બાપની છત્ર છાયા ગુમાવતા એક પરિવારનો આખો માળો વિખાઈ જતા સમગ્ર શહેરમાં આ ઘટના બાદ અરેરાટી વ્યાપી છે. ( તસ્વીર: હર્ષ રાચ્છ, અહેવાલ : જય કોટક, રાજકોટ)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો