ઇલોન મસ્ક ની કંપની ટેસ્લા ગુજરાતમાં સ્થાપશે પ્લાન્ટ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2021

વિશ્વના સૌથી ધનવાન અને સૌથી સાહસિક વ્યક્તિઓમાં સામેલ અમેરિકન એન્ટરપ્રીનીયોર્સ ઈલોન મુશ્કની કંપની ટેસ્લા જે વિશ્ર્વમાં સૌથી આધુનિક અને ડ્રાઈવર લેસ કાર બનાવવા માટે પણ જાણીતી બની છે તે ઈલેકટ્રીક કારના એક પ્રોજેકટમાં ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપે તેવી શકયતા છે. હાલમાં જ ટેસ્લાએ બેંગ્લોરમાં કંપનીનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તૈયાર કર્યુ છે અને તે હવે પોતાની કારના ઉત્પાદન માટે ગુજરાત સહિતના રાજયોમાં તક શોધી રહ્યા છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એડીશ્નલ ચીફ સેક્રેટરી દ્વારા માહિતી આપતા જણાવ્યું કે સરકાર ટેસ્લાના અધિકારીઓ સાથે હાલ વાતચીત કરી રહી છે અને ઈલેકટ્રીક કારના પ્લાન્ટ માટે તમામ મદદોની ખાતરી આપી છે.

ગુજરાતમાં અગાઉ જ ભારતની શ્રેષ્ઠ કાર કંપનીઓના પ્લાન્ટ મોજૂદ છે અને રાજય ઓટો હબ બન્યું છે તથા કાર પાર્ટસ માટે પણ અનેક અનુસાંગીક ઉદ્યોગ ગુજરાતમાં આવી ગયા છે તે સમયે ટેસ્લાનું આગમન એ રાજય માટે સૌથી મહત્વની સિદ્ધિ હશે. કંપની તેની ઈલેકટ્રીક કાર ભારતમાં વેચવા જઈ રહી છે. હાલ તે અમેરિકા અને ચીનના પ્લાન્ટમાં જે કાર ઉત્પાદન થાય છે તે ભારતમાં આયાત કરીને વેચવાની પણ તૈયારીમાં છે. ટેસ્લાનું આગમન એ ચીન બાદ ભારતમાં ગુજરાતની પસંદગી એ સૌથી મોટી રાજયોની સફળતા ગણાય છે. જો કે કંપની મહારાષ્ટ્ર, તામીલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ તેના પ્લાન્ટ માટેની શકયતા તપાસી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો