રામમંદિર નિર્માણ માટે પોતાની તમામ બચત અર્પણ કરતી મોરબીની દિકરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2021

મોરબીની એક દિકરીએ ગઈકાલે પોતાની જીતેલી ઈનામી રાશી અર્પણ કરેલ.આ પ્રસંગની પ્રેરણા મેળવી હેન્સી દિલિપભાઈ પરમાર નામની 10 વર્ષની બાળાએ પોતાની પાસે રહેલા ગલ્લા એટલેકે બચત બોક્સમાં રહેલી તમામ રકમ રુ 1400 રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રામનારાયણભાઈ દવે વિપુલભાઈ અઘારા સહિતના આગેવાનોએ હેન્સીને અભિનંદન પાઠવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો