શ્રી KST મેડિકલ વિંગ, જામનગરના પ્રખ્યાત ડૉ. સમ્રાટ બુદ્ધનું નિધન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2021

જામનગરના શ્રી કંસારા સેવા ટ્રસ્ટની મેડિકલ સેવાના અગ્રણી તેમજ વિકાસ તરફ દોરી જવા પ્રેરણાસ્ત્રોત રહ્યાં એવા ડૉ. સમ્રાટ બુદ્ધનું અવસાન થતા કંસારા સમાજને ભારે ખોટ પડી છે. તેઓની સમાજલક્ષી સેવાકાર્યને લોકો હંમેશા યાદ કરતા રહેશે તેઓની અણધારી વિદાયથી તેઓના પરિવાર, ગૃપ, અને સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના સાથે શ્રી કંસારા સેવા ટ્રસ્ટ, જામનગર, શ્રી એમ.કે.એમ. હેલ્પલાઇન,  રાજકોટ, દિવ્ય ક્રાંતિ મીડિયા ગ્રુપ તથા સમસ્ત મારુ કંસારા સમાજ દ્વારા હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ છે