ડ્રેગન ફ્રૂટ હવે ‘કમલમ્ ફ્રૂટ’ના નામથી ઓળખાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-01-2021

ગન ફ્રૂટનું નામ સાંભળતા જ જાણે કોઈ પ્રાણીનું નામ હોય એવું લાગે, પણ એવું નથી. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તેના નામને લઈને ઘણી ગેરસમજો ઊભી થતી હતી. જેના પગલે તેનું નામ બદલવા માટે માંગ ઉઠી હતી. ખાસ કરીને કચ્છના ખેડૂતોએ તે અંગે વિશેષ રજૂઆત કરી હતી. હવે, મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ્ ફ્રૂટ’ કરવાની જાહેરાત કરી દીધી છે.

ડ્રેગન ફ્રૂટ દેખાવે ગુલાબી રંગનું અને અંદરથી ગ્રે રંગનું હોય છે. ગુજરાતમાં ડેંગ્યુ માથુ ઊંચકે ત્યારે આ ફ્રૂટની ડિમાન્ડ વધે છે. આ ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું મનાય છે. આ ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે મળે છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં 90 ટકા પાણી હોય છે જે ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. તેના બીજમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટમાં એવા કાર્બ્સ હોય છે જે કેન્સર જન્ય કોષોને વધતા અટકાવે છે. આ ઉપરાંત હાડકા નબળા પડી ગયા હોય તો ડ્રેગન ફ્રૂટ ખાવાથી ફાયદો થાય છે. 200 ગ્રામ ડ્રેગન ફ્રૂટના સેવનથી 17.6 ગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. આ ફ્રૂટમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે. ઓછુ હિમોગ્લોબિન હોય તો આ ફ્રૂટ તે વધારવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન જરૂર તેનુ સેવન કરવું જોઈએ. તેનાથી રક્તકોષો વધે છે. સાથે જ તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ સારા પ્રમાણમાં મળે છે જે ગર્ભાવસ્થા દરમિયાન એનર્જી આપે છે અને પાચનમાં મદદ કરે છે. આ ફળ ડાયાબિટિસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે શુગરનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં એવા તત્વો રહેલા છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો