Whatsappએ શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ, સ્ટેટ્સ પર મૂકી પ્રાઈવસી પોલિસી નોટ્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

Whatsappની પ્રાઈવસી પોલિસીને લઈને તે છેલ્લા અનેક દિવસોથી વિવાદમાં છે. તેમજ યુઝર્સના આક્રોશના પગલે વોટ્સએપ હાલ પૂરતા તેની નવી અપડેટને મે માસ સુધી મોકૂફ રાખવાની ફરજ પડી છે. તેમજ છેલ્લા દિવસોમાં વોટ્સએપ પર ડેટા પ્રાઈવસી ભંગના અનેક આક્ષેપો પણ લાગી રહ્યા છે. તેમજ તેના લીધે વોટ્સએપની ઈમેજને પણ મોટો ધકકો લાગ્યો છે. જેના પગલે હવે વોટ્સએપે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી છે. જેમાં વોટ્સએપ હવે પોતાની વાત પહોંચાડવા માટે સ્ટેટ્સ ફીચરનો ઉપયોગ કરી રહ્યું છે. જેમાં તે પ્રાઈવેસી પોલિસીને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રથમવાર હશે જ્યારે વોટ્સએપે પોતે જ સ્ટેટસ લગાવ્યું છે.

જો કે આ સ્ટેટ્સમાં રિપ્લાઈનું ઓપ્શન આપવામાં આવ્યું નથી.  વોટસએપે કુલ 4 સ્લાઈડની સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે યુઝર્સ કન્ટેન્ટ અને લોકેશન ફેસબુક સાથે શેર નથી કરતું. તેમજ ના તે લોકોની વાતોને વાંચી શકે છે. whatsappએ સ્ટેટ્સમાં મૂકેલી પ્રથમ સ્લાઈડમાં લખ્યું છે કે ‘ અમે તમારી પ્રાઈવેસીને લઈને પ્રતિબદ્ધ છે. બીજી સ્લાઈડમાં લખ્યું છે કે વોટસએપ તમારી અંગત વાતચીત સાંભળી અને વાંચી શકતી નથી. કારણ કે એન્ડ ટુ એન્ડ ઈનક્રિપ્ટ છે. ત્રીજી સ્લાઈડમાં કહ્યું છે કે વોટ્સએપ તમે શેર કરેલું લોકેશન નિહાળી શકતું નથી. છેલ્લી સ્લાઈડમાં દાવો કરવામાં આવ્યો છે કે વોટ્સએપ તમારા કોન્ટેક ફેસબુક સાથે શેર નથી કરતું.

Whatspp Status માં દેખાતું પ્રાઈવસી પોલિસીનું ગુજરાતી વર્ઝન વાયરલ, PHOTOS જોઈને તમે પણ હસી પડશો 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો