વેબ સીરીઝ ‘તાંડવ’માં હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણીને લઇને વિરોધ બાદ સરકાર એક્શનમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

હિંદુ સંગઠનોએ તાંડવ વેબ સીરીઝને લઇને વિરોધ કર્યો છે. વેબ સીરીઝ તાંડવના વિરોધને લઇને સરકાર એક્શનમાં છે. સરકારે એમેઝોન પાસે જવાબ માગ્યો છે. સૂચના મંત્રાલયે તાંડવના કન્ટેન્ટને લઇને એમેઝોન( Amazon Prime)ને સોમવારે જવાબ આપવા માટે કહ્યું છે. શું છે સમગ્ર મામલો? : શુક્રવારે એક્ટર સૈફ અલી ખાન-ડિંપલ કાપડિયા અને અલી જીશાન આયૂબ સ્ટારર વેબ સીરીઝ તાંડવ રિલીઝ થઇ છે. આ સીરીઝમાં કેટલાક સીનને લઇને કેટલાક લોકોએ ખેદ વ્યક્ત કરી રહ્યા છે. હિંદુઓની ભાવનાને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા તાંડવ વિરૂદ્ધ માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે.  દાવો કરવામાં આવી રહ્યો છે કે, જીશાન આયૂબે આ સીરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આના કારણે #BoycottTandav ટ્રેન્ડ કરી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો