અ.વાદમાં 1100થી વધુ હેલ્થ કર્મીને રસીની (આડ) અસર

ઊલટી, અશક્તિ અને હાથ પર દુખાવાની શિકાયત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-01-2021

રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જેના 48 કલાક બાદ અમદાવાદમાં વેક્સીન લેનાર લોકોને કોઈ આડઅસર કે લક્ષણો જણાયા છે કે કેમ તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને સામાન્ય આડઅસર જોવા મળી છે. ગંભીર લક્ષણોમાં વ્યક્તિને ઉલટી, અશક્તિ અને હાથ પર દુ:ખાવો જેવી કમ્પ્લેન આવી છે. ઉપરાંત માથાનો દુ:ખાવાની વધુ ફરિયાદ જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા અને ડીવાયએમસી ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, કેટલાક લોકોને વેક્સીન લીધા બાદ આડઅસરની ફરિયાદો મળી છે. ફરિયાદો આવી રહી છે જેને અમે સ્ક્રુટોનિગ કરી કરી રહ્યા છીએ. સામાન્ય લક્ષણો જેવા કે માથાનો દુખાવો, હાથ પર દુ:ખાવો થવો એવી સમસ્યા સામે આવી છે કોઈ પણ વેક્સિન લઈએ તો નાના મોટી અસર થાય છે. પણ આ કોઈ મેજર અસર નથી. બે-ચાર લોકોને મેજર કહેવાય એવી ફરિયાદ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો