મોરબી જીલ્લામાં PGVCL કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા, તા. 21ના માસ CL

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

સાતમાં પગારપંચ અને મળવાપાત્ર આનુસંગિક એલાઉન્સ તેમજ એરીયર્સ મામલે પડતર માંગણીઓ સંતોષવામાં ના આવતા PGVCL કર્મચારીઓ નારાજ છે અને આજે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તો આગામી તા. 21ના રોજ માસ સીએલ કરી વિરોધ નોંધાવશે.ગુજરાતમાં ફરજ બજાવતા વીજ કંપનીના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ નવા બેઝીક પર મળવાપાત્ર આનુસંગિક એલાઉન્સ અને એરીયર્સ તા. 01-01-16 થી ચૂકવી આપવાની રજૂઆત એક વર્ષથી અનિર્ણિત છે. જેથી મોરબી જીલ્લાના તમામ PGVCL કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

જેમાં મોરબી જીલ્લાની વિવિધ PGVCL કચેરી ખાતે આજે વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ તા. 17 થી 20 સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે તો તા. 21ના રોજ માસ CL કરી વિરોધ નોંધાવશે તેમ જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો