કોરોના વેકસીનનો બીજો ડોઝ ન લો તો શું થાય? ડોકટર ચેતવે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2021

દેશભરમાં આજે કોરોના વેકસીનેશનનો આરંભ થઈ ગયો છે. આ કોરોના રસીના બે ડોઝ લેવાના રહે છે.આ બે ડોઝ વચ્ચે 28 દિવસનું લોકોના મનમાં એવા પ્રશ્નો છે કે બે ડોઝ કેમ લેવા?એક ડોઝથી કામ ન પતે? ટોચના વાઈરોલોજીસ્ટનાં કહેવા મુજબ રસીનાં બન્ને ડોઝ લેવા જરૂરી છે.પહેલો ડોઝ શરીરમાં લોન્ચીંગ પેડ તરીકે કામ કરે છે અને ઈમ્યુન સિસ્ટમને વાઈરસથી અવગત કરાવે છે.જયારે બીજો ડોઝ વાઈરસ સામે લડવાની શકિત સર્જવાની સાથે રોગ પ્રતિકાર શકિતને તેનો પ્રતિકાર કરવા સજજ બનાવે છે.ડોકટર કહે છે કે મોટાભાગની રસીના બે ડોઝ આપવા જરૂરી છે.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો