કોરોના રસીકરણનો પ્રથમ દિવસ સફળઃ 1,91,181 લોકોએ લીધી રસી, કોઈને આડઅસર નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2021

શનિવારથી કોરોના રસીકરણની શરૂઆત થઈ છે અને પ્રથમ દિવસ સફળ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, પ્રથમ દિવસે કુલ 1,91,181 લોકોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ઓક્સફોર્ડની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં 3,351 સેશન સાઈટ પર આ બંને વેક્સિન આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે કોરોના રસીકરણની શરૂઆત થઈ છે. જોકે, પ્રથમ દિવસે કોઈને આડઅસર થઈ નથી અને વેક્સિન લીધા બાદ કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.

સફાઈ કર્મચારી મનીષ કુમાર ભારતમાં કોવિડ-19 વેક્સિન મેળવનારા પ્રથમ વ્યક્તિ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે 10.30 વાગ્યે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ફ્રન્ટલાઈન વર્કર્સ તથા વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો અને દેશવાસીઓને કોઈ પણ જાતની અફવા અને ભ્રામક માહિતી પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો