વીજ કંપનીના 55,000 કર્મચારીઓ રાજ્ય સરકાર સામે આંદોલન કરશે

YOUTUBE.COM

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

ગુજરાતમાં હવે વીજ કર્મચારીઓ પણ સરકારની સામે આંદોલનનો રસ્તો અપનાવવાની વિચારણા કરી રહ્યા છે. ગુજરાતમાં એક બે હજાર નહીં પરંતુ 55 હજાર જેટલા કર્મચારીઓ પોતાના પડતર પશ્નોને લઇને સરકારીની સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવશે. આવતી કાલથી આ વિરોધની શરૂઆત થવા જઈ રહી છે. એટલે કે, 16 જાન્યુઆરીના રોજ રાજ્યની અલગ-અલગ કચેરીઓ પર કમચારીઓ દ્વારા સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવશે. વીજ કર્મચારીઓ 17થી 20 જાન્યુઆરીના રોજ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવશે. 21 જાન્યુઆરીના રોજ માસ CL પર ઉતારવાની પણ ચીમકી વીજ કર્મચારીઓએ ઉચ્ચારી છે. સરકાર દ્વારા સાતમાં પગારપંચની જાહેરાત કરી દેવામાં આવી છે પણ કર્મચારીઓને આ એલાઉન્સનો લાભ આપવામાં આવ્યો નથી. એટલા માટે આ કર્મચારીઓ સરકારની સામે વિરોધ કરશે. 21 જાન્યુઆરી સુધીમાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન ઉગ્ર બને તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે.

ગુજરાત ઉર્જા વિકાસ સંકલન સમિતિની મીડિયા કન્વીનર મહેશ દેસાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 55 હજાર કર્મચારીઓ પોતાના હક માટે અને ન્યાયિક લાભો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તેને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં લાગુ કરવામાં આવતા નથી. એટલા માટે કર્મચારીઓને મળવા પાત્ર આર્થિક લાભ માટે આ લડતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લડતમાં આવતી કાલથી દરેક વીજ કંપની પર કર્મચારીઓ રીસેસના સમયમાં સુત્રોચ્ચાર કરશે. ત્યારબાદ 17થી 20 જાન્યુઆરી સુધીમાં કર્મચારીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. જો તેમ છતાં પણ નિર્ણય નહીં આવે તો તારીખ 21 જાન્યુઆરીના રોજ ગુજરાતની તમામ વીજ કંપનીના 55 હજાર કર્મચારી, અધિકારીઓ અને ઈજનેરો તમામ લોકો સાથે મળીને માસ CL પર ઉતરશે અને વિરોધ કરશે.

ગુજરાત ઉર્જા વિકાસ સંકલન સમિતિની સંયોજક આર.બી. સાવલિયાએ જણાવ્યું હતું કે, અમે 21-1-2021ના રોજ જે માસ CLનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમાં વીજ કંપનીના તમામ કર્મચારીઓ જોડાવાના છે. આ બાબતે સરકાર અમને કોઈ હકારાત્મક જવાબ ન આપે તો અમારી કોર કમિટી આગામી દિવસોમાં નક્કી કરીને અમારી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાની તૈયારી છે. અમારું એરીયેસ લેવાની લડત અમે ઉગ્ર રીતે આગળ વધારીશું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો