સમયસર ફ્લેટ નહીં મળે તો વ્યાજ સાથે પરત કરવી પડશે સંપૂર્ણ રકમ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

ઘર ખરીદવાનું સપનુ જોતા લોકો માટે મહત્વના સમચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું કે બિલ્ડર્સનો એકતરફી કરાર અને મનમાની ચલાવી લેવાશે નહીં

સુપ્રીમ કોર્ટની યૂ.યૂ. લલિત અને ઈંદુ મલ્હોત્રાની બેંચ દ્વારા પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરવામા આવ્યું કે બિલ્ડર્સનો એકતરફી કરાર અને મનમાની ચલાવી લેવાશે નહીં, કારણ કે ઘર ખરીદના હપ્તા ભરવા કે ભથ્થા ચૂકવવામાં નિષ્ફળ રહે તો તેને દંડ ફટકારવામા આવે છે. જે ગ્રાહકે ભરવા પડે છે, એવામાં બિલ્ડર પર શા માટે દંડ ના લગાવવામાં આવે જ્યારે તે ફ્લેટનું પજેશન સમયસર આપે નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, જો બિલ્ડરે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરી ગ્રાહકોને નથી આપ્યો તો તેણે ઘર ખરીદનારા લોકોના પૈસા વ્યાજ સહિત પરત કરવા પડશે. ફ્લેટ ખરીદનારાઓને પજેશનમાં મોડું થવા પર વળતર મળવું જોઈએ. આ સાથે જ સુવિધા માટે કરવામા આવેલા વાયદા પૂર્ણ ના કરવા પર પણ બિલ્ડરે વળતર આપવાનું રહેશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટે એપાર્ટમેન્ટ ફ્લેટ બાયર્સ એગ્રીમેન્ટની શરતો એકતરફી કે મનમાની પૂર્વક રાખવી એ અનફેર ટ્રેડ પ્રેક્ટિસનો ભાગ છે.

આ કેસ ગુરુગ્રામના એક પ્રોજેક્ટ અંગેનો છે, જેની પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. વાસ્તવમાં નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશન (NCDRC)એ 2 જુલાઈ 2019ના રોજ 339 ફ્લેટ ખરીદનારા ગ્રાહકોની અરજીને ફગાવી દીધી હતી. જેમાં ફ્લેટ પરચેજ એગ્રીમેન્ટ અનુસાર બિલ્ડરે પજેશન આપવામાં મોડું કર્યું હોવાથી અને સુવિધાઓમાં ખોટ હોવા મામલે વળતરની માંગ કરવામા આવી હતી. પરંતુ NCDRCએ જણાવ્યું હતું કે, ઘર ખરીદનારા લોકો વળતરના હકદાર નથી અને નિર્ણય બિલ્ડરની તરફેણમાં ગયો હતો.

સુપ્રીમ કોર્ટે NCDRCના ચુકાદાને ફગાવવામાં આવ્યો અને ચુકાદામાં જણાવવામાં આવ્યું કે, પજેશનમાં મોડું થવા અને સુવિધાઓમાં ખામી હોવાથી બિલ્ડર તરફથી વળતર મળવું જોઈએ. વળતરની રકમ એ કુલ રકમના આધારે નક્કી કરવામા આવશે, જે ફ્લેટ પરચેઝ એગ્રીમેન્ટ બાદથી 36 મહિનાની એક્સપાયરી ડેટથી લઈ ઓક્યુપેશન સર્ટિફિકેટની પહોંચ મળ્યા બાદ ઓફર ઓફ પજેશન મળ્યા સુધી ચુકવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ડેવલ્પરને આદેશ કર્યો છે કે, વળતરની રકમ ઘર ખરીદનારા લોકોને આદેશ જાહેર થયાના એક મહિનાની અંદર ચૂકવી દેવામા આવે. જો ચૂકવણી કરવામા બિલ્ડર નિષ્ફળ રહેશે તો તેણે 9 ટકાના દરે વાર્ષિક વ્યાજ પણ આપવું પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો