કોવિશિલ્ડ કે કોવેક્સિનથી જો કોઈને થશે નુકસાન તો સરકાર નહીં આપે વળતર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. ગઇકાલે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોરોના વાઈરસની વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જો વેક્સિન થકી કોઈને કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે તો આ મામલે સરકાર કોઈ વળતર ચૂકવશે નહીં, સરકાર તરફથી સ્પષ્ટ કરવામા આવ્યું છે કે, કોરોના વેક્સિન વિકસાવનાર કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા જ વેક્સિનેશનથી થનારા નુકસાનનું વળતર ચૂકવવામા આવશે. સૂત્રોએ જણાવ્યું કે, વેક્સિનેશનની ખરીદી માટેના કરારમાં જ કહેવામા આવ્યું છે કે- સરકારે જે વેક્સિન ખરીદવાનો સોદો ક્યો છે. તે અનુસાર સીડીએસસીઓ/ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ/ડીસીજીઆઈ પોલિસી/એપ્રૂવલ હેઠળ તમામ વિપરીત અસરો માટે આ બંને કંપનીઓ જ જવાબદાર રહેશે. ભારત બાયોટેક સાથે થયેલા કરારમાં કહેવામા આવ્યું છે કે, કંપનીઓએ ગંભીર વિપરિત અસર મામલે સરકારને પણ જાણ કરવાની રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો