રામમંદિરના ફાળાની બોગસ રસીદ આપી ફાળો ઉઘરાવતો શખ્સ ઝડપાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

ભગવાન રામના નામે છેતરપિંડી કરનાર એક ઈસમને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ ઝડપી પાડ્યા છે. હાલ દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવા માટે નિધી એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યા છે. જે ભવ્ય રામ મંદિર બનાવવા માટે ખોટી રસીદ લોકોને આપી ફંડ એકત્ર કરી રહ્યો હતો. આ આરોપીને પકડી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન થકી સામાન્ય વ્યક્તિ પાસે પણ  સામાન્ય રાશિ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જ્યારે રામના નામે લોકોને ફસાવવાનું કાવતરુ પણ શરૂ થઈ ગયું છે. લોકોની આસ્થા સાથે છેતરપિંડી કરનાર આવો જ એક ઈસમ સુરતના સરથાણા વિસ્તારથી પકડાયો છે. આરોપીનું નામ અમિત પાંડે છે. જે ફ્રુટની લારી ચલાવે છે અને કાપોદ્રા વિસ્તારમાં રહે છે. પરંતુ જ્યારથી અભિયાન શરૂ થયું છે ત્યારથી તેને કાપોદ્રા વિસ્તારમાં ટેબલ લગાવી નકલી રસીદ બનાવીને રામ ભક્તો પાસેથી ફંડ ઉપર આવી રહ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ સભ્ય કમલેશ ભાઈ ક્યાડાને મળેલી માહિતી મુજબ આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રસીદ આપવાની તમામ જવાબદારી તેમની પાસે છે. અત્યારે સુધી નિધિ એકત્ર કરવા માટેની શરૂઆત થઇ નહોતી પરંતુ મકરસંક્રાંતિના રોજ મંડપ બનાવીને આરોપી ફંડ એકત્ર કરવા માટે બોગસ રસીદ લઈને બેસ્યો હતો.

આરોપી પાસેથી જે રસીદ મળી આવી છે, તેની ઉપર રસીદ નંબર પણ નથી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ કરવા બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. આરોપી અમે તો પાંડે મૂળ ઉત્તર પ્રદેશના જિલ્લા વિસ્તારનો છે. તેની આ કારસ્તાન થી લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. જોકે પોલીસે તેની પાસેથી નકલી રસીદ જપ્ત કરી અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા ફંડ એકત્ર કર્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો