ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે પોતાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી)માં ફેરફાર કર્યો: આત્મસમર્પણ પર વધુ જોર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે પોતાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી)માં ફેરફાર કર્યો છે. જે હેઠળ હવે અથડામણો દરમિયાન પોતાના કર્મીઓના જીવને ખતરો હોવા છતાં આતંકીઓના આત્મસમર્પણ પર વધુ ભાર આપી રહી છે. આ એક એવી નીતિ છે જે હેઠળ છેલ્લા છ મહિના દરમિયાન 17 યુવકોનો જીવ બચાવવામાં મદદ મળી છે.

વિક્ટર ફોર્સનું કરવામાં આવ્યું સન્માન દક્ષિણ તથા મધ્ય કાશ્મીરના ભાગમાં આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા માટે વિક્ટર ફોર્સ હેઠળ કામ કરી રહેલા રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર)ના ચાર એકમોને શુક્રવારે સેના દિવસ પર પ્રતિષ્ઠિત ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ (સીઓએએસ) યુનિટ પ્રશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવ્યું. યુનિટમાં 50 આરઆર, 44 આરઆર, 42 આરઆર તથા 34 આરઆર વિભિન્ન આતંકવાદી વિરોધી અભિયાનોમાં ભાગ લઈ ચુકી છે અને પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સાત આત્મસમર્પણ કરાવ્યા હતા.’ ગત વર્ષે તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભટકેલા યુવાનોને મુખ્યધારામાં લાવવાના પ્રયાસ કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ચાર એકમોને થલસેના પ્રમુખ જનરલ એમએમ નરવણે દ્વારા પશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આ યુનિટ કમાઉં, રાજપૂત, અસમ અને જાટ રેજિમેન્ટના જવાનોને લઈને બનાવવામાં આવ્યા છે.

સરેન્ડરના ઘણા વીડિયો વાયરલ: આત્મસમર્પણના કેટલાક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગંભીર ખતરો હોવા છતાં સેનાએ આતંકવાદીઓના પરિવારજનોને અથડામણના સ્થળે લાવીને તેને હથિયાર મુકવામાટે રાજી કર્યા. આવા એક વીડિયોમાં ઝાહિદ નામનો આતંકવાદી પતાના પિતાને ભાવપૂર્વક મળી રહ્યો છે. આ વીડિયોમાં તેના પિતા રડતા રડતા કહે છે કે આ તેના પુત્રનો બીજો જન્મ છે. અથડામણો દરમિયાન આત્મસમર્પણ પર ધ્યાન રાખનાર વિક્ટર ફોર્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ રાશિમ બાલીએ કહ્યુ કે, તેમને લાગે છે કે તેનાથી સ્થાનીક લોકો વચ્ચે જબરદસ્ત સદ્ભાવના ઉત્પન્ન થઈ છે. તેમણે કહ્યું, તેનાથી સ્થાનીક આતંકવાદીઓને તે વિશ્વાસ મળ્યો છે કે મુખ્યધારામાં તેના પરત આવવાના દરવાજા ખુલ્લા છે. અમે રાષ્ટ્રીય મુખ્યધારામાં પરત ફરવા ઈચ્છુક લોકોના આત્મસમર્પણનો સ્વીકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભલે તે માટે અમારે જીવ ખતરામાં મુકવો પડે.

હિંસાનો રસ્તો ન છોડનાર થશે ઢેર: મેજર જનરલ બાલીએ સાથે સ્પષ્ટ કર્યુ કે, બંદૂક ઉઠાવીને હિંસા ફેલાવનાર વિરુદ્ધ અભિયાન જારી રહેશે. કેટલાક વીડિયોમાં આત્મસમર્પણ કરનાર આતંકવાદીઓએ તે માટે સેનાની પ્રશંસા કરી છે. સેનાની આ નવી રણનીતિ પાછલા વર્ષે ત્યારે અમલમાં આવી જ્યારે આતંકવાદી સમૂહ અલ બદ્રના આતંકવાદી શોએબ અહમદ ભટે અથડામણ દરમિયાન હથિયાર મુકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શોએબ દક્ષિણ કાશ્મીરના શોંપિયા જિલ્લામાં પ્રાદેશિક સેનાના એક જવાનની હત્યા કરનારા સમૂહનો ભાગ હતો, તેમ છતાં સેનાએ તેનું આત્મસમર્પણ નક્કી કર્યું અને પૂછપરછ બાદ પોલીસને સોંપી દીધો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો