વોટ્સએપ પોલિસી મામલે હવે સરકાર મેદાનમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-01-2021

છેલ્લા ઘણા સમયથી વોટ્સએપની નવી પોલિસી અને યુઝર્સ (Users)ના ડેટા (data)ને લઈને ઘમાસાન મચ્યુ છે. WhatsAppની પ્રાઇવસી પોલિસી(Policy)ને લઇ ચર્ચા સતત વાત ચાલી રહી છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે સરકાર WhatsAppના આ નવા નિયમોની તપાસ કરવા જઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, અધિકારીક સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર આ મામલે નજર રાખી રહી છે. એની સાથે WhatsAppના નવા અપડેટમાં પ્રાઇવસીનું ઉલ્લંઘનની પણ તપાસ કરી રહી છે. જેમાં યુઝર્સે (Users) એમના કેટલાક બિઝનેસ (Business) અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ માંગવામાં આવ્યા છે.

યુઝર્સના ડેટા (Data), લોકેશન(Location), ફોન નંબર(Phone Number), કોન્ટેક્ટ લિસ્ટ (Contact List) અને યુસેજ પેટર્નને ફેસબુક (Facebook) અને એની સાથે એપ ઇન્સ્ટાગ્રામ (Instagram) અને મેસેન્જર (Mesenger) સાથે શેર કરવાનો WhatsAppની નવી પોલિસી કંપનીને અધિકાર આપે છે. આ નવી પ્રાઇવસી પોલિસીના આવ્યા પછી યુઝર્સ, એડ્વોકેટ્સ અને કેટલીક સરકારી એજન્સીઓ તેમના પર સતત સવાલ ઉઠાવી રહી છે.

મળતી માહિતી મુજબ સરકાર આ મામલે ચિંતામાં છે જેમાં ડેટા સુરક્ષા કાનૂનનો અભાવ સામેલ છે. એક ડેટા કાનૂન માટે એક બિલ સંસદમાં છે. પરંતુ કાનૂન આવવામાં સમય લાગશે. WhatsAppના આ પ્રાઇવેસી મુદ્દે આઇટી મંત્રાલયમાં ઉચ્ચત્તમ સ્તરે ચર્ચા કરવામાં આવી રહી છે. અને આ મામલે કોઈ કાર્યવાહી અથવા પગલું તેના પછી ભરવામાં આવશે. એ ઉપરાંત સરકાર WhatsApp દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને લઇ સવાલ જવાબ કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો