કોવિશિલ્ડ કે કોવેકસીન? લોકોને પસંદગીનો વિકલ્પ નહી મળે

બંને વેકસીન સલામત અને અસરકારક: કેન્દ્ર સરકારનો દાવો: પ્રથમ ડોઝમાં જે વેકસીન અપાઈ હશે તે જ વેકસીનનો બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

દેશમાં કોરોના વેકસીનમાં બે વેકસીનની ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે અને સરકાર દ્વારા દેશના અલગ અલગ રાજયોમાં બંને વેકસીનનું ટ્રાન્સપોર્ટેશન શરુ થયુ છે તે સમયે લોકોને વેકસીનની બ્રાન્ડ પસંદ કરવામાં કોઈ વિકલ્પ આપવામાં આવશે નહી. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે કોવિશિલ્ડ તથા કોવાકસીન બંને વેકસીન સલામત છે અને બંને અસરકારક છે અને તેથી સરકાર દ્વારા જે વિતરણની વ્યવસ્થા થઈ છે તે મુજબ જે વેકસીન જે વિસ્તારમાં મોકલવામાં આવી છે ત્યાં વેકસીનેશન માટે ઉપયોગમાં લવાશે. ઉપરાંત વેકસીનના બે ડોઝ લેવાના છે અને પ્રથમ ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે ત્યારે પણ પ્રથમ જે વેકસીનનો ડોઝ અપાયો હશે તે જ વેકસીનનો ડોઝ બીજી વખત અપાશે અને આ રીતે સાતત્ય જળવાશે. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ હતું કે બંને વેકસીનનું હજારો લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સલામત તથા અસરકારક સાબીત થયા બાદ વેકસીનેશનને મંજુરી અપાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો