ઉત્તરાયણે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો

અનેક લોકોએ પરિવારજનો સાથે ઊંધિયું અને જલેબીની લિજ્જત માણી: આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-01-2021

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના દિવસે પતંગબાજીનું આકાશી યુધ્ધ જામ્યુ હતું  અને ચારે બાજુ “કાપ્યો છે” “લપેટ…. લપેટ” ની બુમો સાંભળવા મળી હતી. અનેક લોકોએ પતંગ ચગાવવાની સાથે પરિવારજનો સાથે ઊંધિયું અને જલેબીની લિજ્જત માણી હતી. ઉત્તરાયણના દિવસે સવારથી જ શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું.આખુ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું  અને પતંગ ચગાવવાનો અનેરો આનંદ માણવા શહેરીજનો સવારથી જ ધાબા પર જોવા મળ્યા હતા. ઉત્તરાયણને દાન-પુણ્ય માટેનું શ્રેષ્ઠ પર્વ માનવામાં આવતું હોવાથી વિરમગામ પંથકમાં પણ અનેક સેવાભાવી લોકો દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી અંગે જનજાગૃતિ કરતા સંદેશા વાળી પતંગો પણ ચગાવવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો