સ્કૂલ ખુલ્યાના ત્રીજા દિવસે જોડિયામાં ધો. 12ની વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત, DEOનો અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ

હોસ્ટેલમાં પ્રવેશ મેળવે તે પહેલા જ વિદ્યાર્થિનીનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પ્રથમ જોડિયાની હુન્નર સ્કૂલની ધો.12ની વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી શિક્ષણ જગતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આ વિદ્યાર્થિની સ્કૂલે ન ગઈ હોવાનું પણ બહાર આવ્યું છે. DEOએ આ સ્કૂલમાં એક અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે.

સ્કૂલનું શિક્ષણ કાર્ય એક અઠવાડિયા સુધી બંધ રહેશે વિદ્યાર્થિની સ્કૂલ ગઇ ન હોવા છતાં પણ સ્કૂલમાં એક અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો ડીઇઓએ આદેશ કર્યો છે. વિદ્યાર્થિની હોસ્ટેલમાં પ્રવેશ કરે તે પૂર્વે જ તેનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા શાળા-હોસ્ટેલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ વાલીઓમાં બાળકોને શાળાએ કેમ મોકલવા તેવો સવાલ ઉઠ્યો છે. વાલીઓમાં પણ કોરોનેન લઇને ચિંતા જોવા મળી રહી છે. સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે હાલ સૌરાષ્ટ્રની ધો.10 અને 12ની સ્કૂલમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સ્કૂલો દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર જ સેનિટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ એક ક્લાસમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડાય છે. તેમ છતાં વાલીઓમાં કોરોનાને લઇને ડરનો માહોલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો