મોરબી: ભારત વિકાસ પરિષદ દ્વારા સ્થાપના દિવસે અનેકવિધ કાર્યક્રમો યોજાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

મોરબી શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્થાના સ્થાપના દિવસે સંપર્ક,સહયોગ,સંસ્કાર,સેવા, સમર્પણ ના ધ્યેય પર કાર્ય કરતી  ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા દેશના નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવનાના પ્રગટીકરણ માટે માધ્યમ મળી રહે તથા દેશભક્તિ ગીતોનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે એકલ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જુદા જુદા વિભાગોમાં 57 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
 
              આ સ્પર્ધા માં પ્રાથમિક વિભાગ તથા  માધ્યમિક વિભાગ તથા ભારત વિકાસ પરિષદના પરિવાર ના સભ્યો માટે નો વિભાગ તથા ઓપન કેટેગરી એમ ચાર વિભાગ માં પ્રથમ, દ્વિતિય,અને તૃતિય નંબર મેળવેલ વિજેતાઓ ને શિલ્ડ અને પ્રમાણપત્ર તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ  ભારત વિકાસ પરિષદે આજે સમગ્ર દેશમાં 1400 થી વધુ શાખાઓ સાથે અનેકવિધ પ્રકલ્પો સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.ત્યારે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા  સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં ધાયલ પશુ પંખીની સારવાર, બચાવ તથા આ અંગે જાગૃતિ લાવવા કાર્ય કરતા કર્તવ્ય જીવ દયા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ તમામ પશુ પંખીઓને શાકભાજી, અનાજ, મગફળી, લાડવા, ગાંઠીયા, વગેરે અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
              આ અવસરે ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઈ બોપલિયા, ઉપપ્રમુખ દિલીપભાઈ પરમાર, ખજાનચી પંકજભાઈ ફેફર, મનહરભાઈ કુંડારીયા, ડો.જયેશભાઈ પનારા, ડો.ઉત્સવ ભાઈ દવે, ચિરાગભાઈ હોથી, રાવતભાઈ કાનગડ, વિનુભાઈ મકવાણા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
 
 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો