મોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રક અને એસટી અથડાતા ત્રણ મુસાફરોને ઈજા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2021

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક એક કસ્માતની ઘટના બની છે. જયાં ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર મહિલા સહીત ત્રણ મુસાફરોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરના કોળીયાક ગામના રહેવાસી જગદીશભાઈ વિઠ્ઠલભાઈ કોળીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે તે એસટી બસ મોરબીથી ભુજ જવા નીકળ્યા હતા. તે દરમિયાન લક્ષ્મીનગર ગામ નજીક સામેથી માળિયા તરફથી આવતો ટ્રક એસટી બસ સાથે અથડાયો હતો.

બસમાં સવાર સાવિત્રીબેન ભરતભાઈ, ભરતભાઈ જયંતીલાલ ગોર અને ગૌતમીબેન નીલેશભાઈ કેસવાણી (રહે માંડવી)ને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો