સરકારને 200 રૂપિયામાં મળી કોવિશીલ્ડ, તમે ખરીદવા જશો તો કેટલામાં મળશે વેક્સિન?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2021

અમે કોરોના વેક્સિનના પ્રથમ 10 કરોડ ડોઝની વિશેષ કિંમત 200 રૂપિયા નક્કી કરી છે. કારણકે અમે સામાન્ય વ્યક્તિ, ગરીબો અને હેલ્થકર્મીઓની મદદ કરવા માગીએ છી

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશિલ્ડ (Covishield)નો સપ્લાય શરૂ થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોવિશિલ્ડનો પ્રથમ જથ્થો પહોંચી ગયો છે. તે બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ સરકાર માટે 200 રૂપિયા પ્રતિ ડોઝનો ભાવ નક્કી કર્યો છે. પણ તેઓનું કહેવું છે કે પ્રાઈવેટ માર્કેટમાં તેઓ આ વેક્સિનના એક ડોઝની કિંમત 1,000 રૂપિયા રાખશે.

વેક્સિન ખુલ્લા બજારમાં 1,000 રૂપિયામાં વેચીશું અદાર પૂનાવાલાએ કહ્યું કે અમે ભારત સરકારના આગ્રહ પર કોરોના વેક્સિનના પ્રથમ 10 કરોડ ડોઝની વિશેષ કિંમત 200 રૂપિયા નક્કી કરી છે. કારણકે અમે સામાન્ય વ્યક્તિ, ગરીબો અને હેલ્થકર્મીઓની મદદ કરવા માગીએ છીએ. ત્યારબાદ અમે આ વેક્સિન ખુલ્લા બજારમાં 1,000 રૂપિયામાં વેચીશું. તેમણે કહ્યું કે અમે આગળ પણ ભારત સરકારને બહુ યોગ્ય કિંમતે વેક્સિન આપીશું પણ ત્યારે 200 રૂપિયા પ્રતિ ડોઝ કરતા વધુ કિંમત હશે. અમે નફો નહીં કમાવવાનો નિર્ણય લીધો છે. અમે આ વેક્સિનના પ્રથમ 10 કરોડ ડોઝ માટે દેશ અને ભારત સરકારની મદદ કરવા માગીએ છીએ.

દરમહિને 7થી 8 કરોડ વેક્સિન ડોઝ તૈયાર થઈ રહ્યા છે : તેમણે જણાવ્યું કે સીરમની ફેક્ટરીમાં દરમહિને 7થી 8 કરોડ વેક્સિન ડોઝ તૈયાર થઈ રહ્યા છે. ભારત અને વિદેશમાં કેટલા ડોઝ આપવામાં આવશે તે નક્કી કરવાની યોજના બની રહી છે. અમે ટ્રકો, વાન અને કોલ્ડ સ્ટોરેજ માટે પ્રાઈવેટ કંપનીઓની સાથે ભાગીદારી કરી છે. અમે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને વેક્સિન આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક ઐતિહાસિક ક્ષણ છે કે અમારી ફેક્ટરીમાંથી વેક્સિન મોકલવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો