કોરોના અવેરનેસ મેસેજ આપતી પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2021

કોરોના મહામારીમાં દરેક વેપાર-ધંધાને ભારે ફટકો લાગ્યો છે, ત્યારે જામનગરની સીઝનલ પતંગ બજારને પણ વેંચાણમાં ગત વર્ષ કરતા વેપારમાં ઘટાડો તો જોવા મળ્યો છે. પરંતુ મકરસંક્રાંતિ (Makarsankranti) ના તહેવાર પર માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનું ખાસ પાલન લોકો કરે તેવા પતંગોએ જામનગરની માર્કેટમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે

આ વર્ષે કોરોનાની મહામારીમાં દરેક લોકોએ પોતાના દરેક તહેવાર સાદાઈ અને સાદગીથી ઘરબેઠા ઉજવણી કરી છે. શહેરના બજારમાં વિવિધ પ્રકારના પતંગ જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ મકરસંક્રાંતિ (MakarSankranti)ને અનુલક્ષીને ફેન્સી અને ડિઝાઈનર પતંગોની બજારમાં ભરમાર જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ માર્કેટમાં કોરોનાંની ગાઈડલાઈનના પતંગોએ આકર્ષણ જગાવ્યું છે. આ વર્ષે બજારમાં મોદી, સર્જિકલ સ્ટ્રાઈક, પરી, એન્ગ્રી બર્ડસ, પતંગ બન્ટેન, સ્પાઈડરમેન, બાજ, ઈગલ, બટરફ્લાય, બાર્બી ડોલ પતંગની સાથે-સાથે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સૅનેટાઈઝર જેવી પતંગોએ ખાસ આકર્ષણ જગાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો