CAIT એ કરી વોટ્સએપ-ફેસબુક પર પ્રતિબંધની માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

કારોબારીઓનાં સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઈવસી પોલિસી પર કડક આપત્તિ વ્યક્ત કરતાં તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. કૈટનું કહેવું છે કે વોટ્સએપ નવી પોલિસીથી એપનો ઉપયોગ કરનાર પ્રત્યેક વ્યક્તિના તમામ પ્રકારના પર્સનલ ડેટા, પેમેન્ટ, કોન્ટેક્ટ, લોકેશન અને અન્ય મહત્વપુર્ણ જાણકારી હાંસલ કરી કોઈપણ ઉદ્દેશ માટે ઉપયોગ કરી શકે છે.

મંત્રી રવિશંકર પ્રસાદને મોકલાયેલ પત્રમાં કૈટ દ્વારા માગ કરાઈ છે કે સરકાને વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરવાથી તાત્કાલિક રોકવી જોઈએ. વોટ્સએપ અને તેની માલિકાના કંપની ફેસબૂક પર તરત જ પ્રતિબંધ લગાવવો જોઈએ. ભારતમાં ફેસબૂકના 20 કરોડથી પણ વધારે યુઝર છે. અને કંપની દ્વારા પ્રત્યેક યુઝરના ડેટાને પોતાની પોલિસીના માધ્મથી જબરદસ્તીથી પ્રાપ્ત કરતાં ન ક્ત અર્થવ્યવસ્થા પણ દેશની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો પેદા થઈ શકે છે.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની યાદ કૈટે કહ્યું કે, આ અમને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એ દિવસોની યાદ અપાવે છે. કંપનીએ મીઠાનો વેપાર કરવા માટે ભારતમાં પ્રવેશ કર્યો અને દેશ ગુલામ થયો પણ હાલના સમયમાં ડેટા જ અર્થવ્યવસ્થા તેમજ દેશના સામાજિક માળખા માટે મહત્વપુર્ણ છે. વગર કોઈ ચાર્જ વગર ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ભારતીયોને પહેલા સુવિધા આપવી અને પછી તેનો મૂળ હેતુ હવે સામે આવ્યો છે. તેઓનો હિડન એજન્ડા પ્રત્યેક ભારતીયનો ડેટા હાંસલ કરવો છે અને ભારતમાં વેપાર અને અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાનો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો