SBIએ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં વધારો, ચેક કરો Latest Rates

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં કર્યો આટલો વધારો, જાણો સીનિયર સીટિઝન્સને કેટલું મળશે વ્યાજ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-01-2021

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ પોતાના કરોડો ગ્રાહકોને અગત્યની ખુશખબરી આપી છે. SBIએ પસંદગીના મેચ્યોરિટી પીરિયડની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposite) પર વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછી અવધિની એફડી (FDs interest rates) પર 10 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા દરો 8 જાન્યુઆરી 2021થી પ્રભાવી થઈ ગયા છે. આવો ચેક કરો લેટેસ્ટ રેટ્સ…

SBIએ માહિતી આપીને જણાવ્યું ક 2 કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ એફડી પર આ દરો 8 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ પહેલા વ્યાજ દરોમાં 10 સપ્ટેમ્બરે સંશોધન કરવામાં આવ્યું હતું.

ચેક કરો લેટેસ્ટ FDs રેટ્સ

>> 7 દિવસથી 45 દિવસની FD પર 2.9 ટકાના દરથી વ્યાજ મળશે.

>> 46 દિવસથી 179 દિવસની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.

>> 180થી 1 વર્ષથી ઓછી અવધિની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે.

>> 211 દિવસથી 1 વર્ષની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.

>> 1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5 ટકા વ્યાજ મળશે.

>> 2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.1 ટકા વ્યાજ મળશે.

>> 3 વર્ષથી 5 વર્ષની FD પર 5.3 ટકા વ્યાજ મળશે.

>> 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 5.4 ટકા વ્યાજ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો