Whatsapp માટે રેડ સિગ્નલ, લોકો ઝડપથી અપનાવી રહ્યા છે Signal એપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

Whatsapp માટે રેડ સિગ્નલ, લોકો ઝડપથી અપનાવી રહ્યા છે Signal એપ. દુનિયાભરમા Whatsapp નાં નવા  અપડેટથી તેનો ઉપયોગ કરી રહેલા યુઝર્સમાં આક્રોશ ઊભો થયો છે. તેમજ વોટ્સએપની ડેટા શેરિંગના અપડેટ બાદ લોકો ધીરે ધીરે વોટ્સએપનો ઉપયોગ બંધ કરવા તરફ આગળ વધી  રહ્યા છે.

આ દરમ્યાન દુનિયાના સૌથી ધનિક એલન માસ્કે પણ ટવીટ કરીને  Signal એપ અપનાવવા માટે જણાવ્યું હતું.  જે બાદ  Signal એપનું ડાઉનલોડ વધ્યો હોવાનું સામે આવ્યું હતું.  જેના લીધે Signal એપ ટવીટરના માધ્યમથી જણાવ્યું હતું કે Signal ડાઉન લોડ માટે અનેક વધારે પ્રમાણમા રિક્વેસ્ટ આવી રહી છે.  જેના લીધે વેરિફિકેશન કોડ જનરેટ કરવામાં  વિલંબ થઈ રહ્યો છે. તેમજ અમે આના ઝડપી ઉકેલ  માટે પ્રયાસ કરી રહ્યા છે.

વોટ્સએપની પ્રાઈવેસી પોલિસીને લઇને  દુનિયાભરના યુઝર્સ અલગ અલગ  પ્રકારના રીએકશન આપી રહ્યા છે. જેમા મોટાભાગના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ એલન માસ્ક બાદ  વ્હીસલ બ્લોઅર્સ  એડવર્ડ સ્નોવડેન પણ Signal ડાઈનલોડ કરવા માટે ભલામણ કરી છે.  તેમજ તેમણે એક યુઝર્સના સવાલ શું Signal એપ પર વિશ્વાસ મૂકી શકાય તેમ છે. તેના જવાબમાં તેમણે લખ્યું કે હું આનો દરરોજ ઉપયોગ કરું છું. તેમજ મને કોઇ તકલીફ નથી પડી.

Signal એ  ઓપન સોર્સ મેસેજિંગ એપ છે અને તેની પ્રાયવસી પોલિસીના લીધે વિશ્વભરમા પત્રકારો, સિક્યુરીટી એક્સપર્ટ  અને એકેડીમકસ તેની પર  વિશ્વાસ કરે છે.  Signal એપ પણ વોટ્સએપની જેમ એન્ડ ટુ એન્ડ ડિસક્રીપ્સન પર કામ કરે છે. જાણો  વોટસએપ કેટલું છે ખતરનાક

Whatsapp આજ કાલ તેના નવા અપડેટ અને યુઝર્સ ડેટા ચોરીને સામે આવેલી વિગતો બાદ ચર્ચામા છે. જેમાં જો આપ 8  ફેબ્રુઆરી સુધી તેના અપડેટ ને સ્વીકાર નહિ કરો તો વોટસએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેવા સમયે  આવો જાણીએ વોટ્સએપનો  ઉપયોગ કેટલો ખતરનાક છે. તમે તમારા મોબાઇલમા વોટસએપ ઇન્સ્ટોલ કરો છો તેની સાથે જ વોટ્સએપ તમારા મોબાઇલમા રહેલી તમારી તમામ વિગતો એક્સેસ કરીને સ્ટોર કરી લે છે. વોટ્સએપ તમારા મોબાઇલમાંથી કેટલીક વિગતો એક્સેસ કરી લે છે. વોટ્સએપ તમારા મોબાઇલમાંથી 15 જેટલી અગત્યની વિગતો એક્સેસ કરે છે. જેમાં તમારી ટ્રાવેલ હિસ્ટ્રી અને પેમેન્ટ ડેટા પણ સામેલ છે.

આ ઉપરાંત વોટ્સએપ આ ડેટા તમારા મોબાઇલમાંથી ચોરી છૂપી રીતે મેળવતું હતું. પરંતુ હવે આ તમામ વિગતો તમારી મોબાઇલમાંથી સત્તાવાર રીતે મેળવવા માટે વોટ્સએપે 8 ફેબ્રુઆરી સુધી તેના અપડેટને ફરજિયાતપણે સ્વીકારવા માટે લોકોને મેસેજ મોકલવાની શરૂઆત કરી છે. તેમજ જો તમે આ અપડેડનો સ્વીકાર નહિ કરો તો તમારું વોટ્સઅપ એકાઉન્ટ ડીલિટ થઈ જવાની ભીતિ પણ છે

વોટ્સએપની નવી પોલિસી બાદ લોકો વોટ્સએપના વિકલ્પમાં સિગ્નલ એપ, ટેલિગ્રામ જેવી એપ પર વળ્યાં છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો