(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021
કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર ઠપ્પ છે. પરંતુ આખરે કોરોનાને કારણે મંદ પડી ગયેલા સ્ટેશનરી બિઝનેસમાં ખરીદી કરવાની જાહેરાત કરી છે ત્યારે સ્ટેશનરીના વેપારમાં જાણે પ્રાણ ફૂંકાયા છે. રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો ૨૦૦ કરોડ કરવાની જાહેરાત કરતા જ વેપારીઓમાં ખુશી છવાઈ છે. સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે. સરકારની જાહેરાત પ્રમાણે પહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ થતા પેન પેન્સીલ, બુક્સ, નોટબુક સહીતનું વેચાણ ભારે માત્રામાં થતું હોય છે, પરંતુ કોરોનાને કારણે વેપાર ફક્ત ૩૦ ટકા જેટલો થઈ ગયો હોવાનું સ્ટેશનરીના વેપારી જણાવી રહ્યા છે. સ્ટેશનરીના અન્ય વેપારી કહે છે કે દર વર્ષે ટેક્સ બુકના વ્યવસાયમાં રેફરન્સ બુક્સ, લોગબુક અને એસાઇનમેન્ટ બુક્સને કારણે વેપારીઓને વ્યવસાય મળી રહેતો હતો પરંતુ ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાથી આ બુક્સનું વેચાણ નહિવત પ્રમાણમાં થયું છે. જ્યારે કેજી સેક્સનની બુક્સો તો આ વર્ષે વેચાઇ પણ નથી. વેપારીઓએ કરેલો સ્ટોક હજુ યથાવત છે. જોકે, હવે શાળાઓ અને કૉલેજો શરૂ થશે એટલે આ ધંધો ફરી પાટા પર આવી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં માત્ર સ્ટેશનરી જ નહીં, સ્કૂલબેગ્સ, સ્કૂલ યુનિફોર્મ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની રોજી રોટી પણ શાળાઓ પર નભેલી છે. બે દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ રાજ્યમાં ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની શાળાઓ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો