વોટ્સએપને પાછળ રાખી Signal બની ભારતની ટોપ ફ્રી પ્રાઇવેટ ચેટ એપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

WhatsAppએ પોતાની પ્રાઈવસી પોલિસીને અપડેટ કરી છે. આ નવી પોલિસી 8 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ નવી પોલિસીથી WhatsApp યુઝર ડેટા પર પહેલાં કરતાં પણ વધારે દેખરેખ રાખશે અને આ ડેટા ફેસબૂકને પણ શેર કરવામાં આવશે. આ નવી પોલિસીને યુઝર્સને મંજૂર કરવી જરૂરી છે નહીંતર યુઝરને પોતાનું એકાન્ટ ડિલિટ કરવું પડશે. આ વચ્ચે Signal એપ ફેમસ થઈ ગઈ છે.

વોટ્સએપની આ નવી પોલિસીએ વોટ્સએપ યુઝર્સને તણાવમાં નાખી દીધા છે અને હવે લોકો પ્રાઈવસી ફોકસ્ડ એપ Signal પર સ્વિચ થઈ રહ્યા છે. હવે આ એપ ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં એપલના એપ સ્ટોરમાં ટોપ ફ્રી એપ બની ગઈ છે. ભારતમાં પણ Signal એપ વોટ્સએપને છોડીને નંબર વનની પોઝિશન હાંસલ કરી દીધી છે.

આ ઉપરાંત જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોંગ અને સ્વિત્ઝરલેન્ડમાં પણ સિગ્નલે વોટ્સએપને પછાડી દીધું છે. આ ઉપરાંત હંગરી અને જર્મનીમાં પણ ગુગલ પ્લે સ્ટોરમાં સિગ્નલ એપ ટોપ ફ્રી એપ બની ગઈ છે. સિગ્નલ એપ છેલ્લા બે દિવસમાં એપલ અને એન્ડ્રોઈડ ડિવાઈઝમાં એક લાખથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. સાથે જ વોટ્સએપના ઈન્સ્ટોલેશનમાં 11 ટકાનો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સિગ્નલની લોકપ્રિયતાનો શ્રેય એલોન મસ્કને જાય છે. તેઓએ વોટ્સએપની નવી પોલિસી બાદ લોકોને સિગ્નલને યુઝ કરવા ટ્વીટ કર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો