ફેસબુક હવે બિઝનેસ પેજ પરથી “LIKE” બટન હટાવી લેશે: ફક્ત ફોલૉ કરી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક મોટો ફેરફાર કરીને પોતાના પબ્લિક પેજથી લાઈક બટન હટાવી દીધુ છે. કંપની દ્વારા આ નવા અપડેટ બાદ યુઝર્સ હવે ફેસબુક પબ્લિક પેજને લાઈક નહિ કરી શકે ફેસબુકે એક બ્લોગ દ્વારા આ જાણકારી આપી છે.

કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અમે પબ્લિક પેજમાંથી લાઈક બટન હટાવી રહ્યા છીએ આનું કારણ જણાવતાં ફેસબુકે જણાવ્યું હતું કે યુઝર્સ માટે સમગ્ર ડીઝાઈનને સરળ બનાવવાની દિશામાં આ ઉઠાવેલુ પગલુ છે. ફેસબુકને આશા છે કે આ ફેરફારથી પબ્લિક પેજના ફોલોઅરની સંખ્યામાં વધારો થશે. ફેસબુક પેજ પર અત્યાર સુધી કોઈપણ સેલીબ્રિટી કે સંસ્થાનના ફેસબુક પેજ પર યુઝર્સને ફોલો સિવાય લાઈક કરવાનું પણ બટન મળતું હતું પણ આ નવા અપડેટથી બાદ આપ માત્ર પબ્લિક પેજ ફોલો કરી શકશો. આ નવા અપડેટને કેટલાંક મહિનામાં અધિકૃતતાથી દરેક પબ્લિક પેજ પર રોલ આઉટ કરવામાં આવશે.ફેસબુક ગત વર્ષ જુલાઈથી જ એક નવી ડીઝાઈનનું પરીક્ષણ કરતું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો