Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ

Facebook ને એક મિલાન આધારિત અપીલ કોર્ટે 34,36,24, 050 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફેસબુક પર આરોપ લાગ્યો હતો કે તેમણે એક નાની  ઇટાલિયન કંપનીના ફીચર્સ કોપી કર્યા હતા.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

Facebook ને એક મિલાન આધારિત અપીલ કોર્ટે 34,36,24, 050 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફેસબુક પર આરોપ લાગ્યો હતો કે તેમણે એક નાની ઇટાલિયન કંપનીના ફીચર્સ કોપી કર્યા હતા. આ રિપોર્ટનો ખુલાસો રોયટર્સ એજન્સીએ કર્યો છે.  ઇટાલિયન કોર્ટે વર્ષ 2019માં તેના એ નિર્ણયને યથાવત રાખ્યો હતો જેમાં કંપનીને 0.35 મિલીયન યુરો ભરવાનો આદેશ આપ્યો હતો.  ફેસબુકે આ ઇટાલિયન સ્ટાર્ટઅપ પાસેથી  Nearby ફિચર  ની ચોરી કરી હતી.

ઇટલીએ આ કંપનીએ ફેસબુક પર આરોપ લગાવ્યો કે  તેમનો Faround એપના  એક ફિચરની ફેસબુકની  કોપી કરી હતી. આ ફિચરને Nearby ફિચરથી ઓળખવામા આવે છે.  આ ફિચરનું કામ જો તમારી આસપાસ કોઇ મિત્ર હશે તો તમને નોટીફાઇ કરશે. પરંતુ હવે કોર્ટે કહ્યુંછે કે જો કે ફેસબુકે આ કેસમાથી છુટકારો મેળવવો હોય તો 3.83 મિલિયન યુરો દંડ આપવો પડશે.

ઇટલીમા આ ફિચરને બ્લોક કરવામા આવ્યું એક જૂના રિપોર્ટ અનુસાર  Faround એપને  બિઝનેશ   કોમ્પીટનસે વર્ષ 2012માં લોન્ચ કરી હતી. તે જ્યારે બીજા દેશમા મશહૂર થઇ ગયું ત્યારે તેમણે Nearby ફિચર લોન્ચ કર્યું, કંપનીને આ એપને વધારે ટક્કર મળવા લાગી હતી. કંપની કેસ કરીને ઇટલીમા ફેસબુકના  Nearby ફિચરને સમાપ્ત કરવા માટે અદાલતને અપીલ કરી હતી.

આ અહેવાલ અનુસાર, સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ને ઇટલી લોકેશન શેરિંગ ફિચરને સસ્પેન્ડ કરી દીધું છે.  બંને કંપનીઓના આ ફિચરમાં એક બીજા સાથે સરખામણી ઘરાવે છે. ફેસબુકના પ્રવક્તાએ કહ્યું છે કે અમે અદાલતના કોર્ટના આ નિર્ણયની તપાસ કરીશું

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો