PF સિસ્ટમમાં મોટા ફેરફાર થવાની તૈયારી, જેટલા પૈસા કપાશે તેટલું જ પેન્શન મળશે!

ધાબા પર સોસાયટીની બહારનો કોઈ વ્યક્તિ નહીં આવી શકે, ધાબે ભીડ ના થાય તેની જવાબદારી સોસાયટીના ચેરમેનની રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2021

શ્રમ મંત્રાલય સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓએ શ્રમ વિભાગ સાથે સંકળાયેલી સંસદીય સમિતિને ઇપીએફઓ જેવા પેન્શન ફંડને વ્યવહારિક બનાવવા માટે વર્તમાન વ્યવસ્થાને ખતમ કરવા સૂચવ્યું છે. અધિકારીઓએ સુનિશ્ચિત લાભોને સ્થાને સુનિશ્ચિત પીએફ ફાળા જેવી વ્યવસ્થા અપનાવવા પર ભાર મૂક્યો છે. અર્થાત પીએફ સંગઠનના સભ્યને તેના અંશદાન કે ફાળા મુજબ લાભ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓએ ગુરુવારે સંસદીય સમિતિને જણાવ્યું કે ઇપીએફઓ પાસે ૨૩ લાખથી વધુ પેન્શનર છે કે જેમને દર મહિને ૧૦૦૦ પેન્શન મળે છે, પરંતુ પીએફમાં તેમનું માસિક યોગદાન મળી રહેલા પેન્શનને મુકાબલે ચોથા ભાગ બરોબરનું હતું. અધિકારીઓ દલીલ કરી રહ્યા છે કે ફાળા આધારે પેન્શન સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો સરકાર માટે લાંબા સમય સુધી વર્તમાન વ્યવસ્થાને જાળવવી વ્યવહારિક નહીં રહે. શ્રમ મંત્રાલયે ભલામણ મુજબના વધાર્યું લઘુતમ પેન્શન  ઇપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ઓગસ્ટ ૨૦૧૯માં લઘુતમ પેન્શન રૂપિયા ૨૦૦૦થી વધારીને રૂપિયા ૩૦૦૦ કરવા ભલામણ કરી હતી. પરંતુ શ્રમ મંત્રાલયે તેનો અમલ ના કર્યો. સંસદીય સમિતિએ આ વિષયે શ્રમ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો હતો. સૂત્રોએ જણાવ્યા મુજબ લઘુતમ પેન્શન રૂપિયા ૨૦૦૦ રાખવામાં આવે તો સરકારી તિજોરી પર રૂપિયા ૪૫૦૦ કરોડનો વધારાનો બોજ પડે છે. માસિક પેન્શનને વધારીને રૂપિયા ૩૦૦૦ કરવામાં આવે તો સરકાર પર રૂપિયા ૧૪,૫૯૫ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો