હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એક જ ‘આધાર’ કાફી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2021

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે પહેલા સરકારી વિભાગના ચક્કર લગાવવા પડતા હતા. તો રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં સંશોધન બાદ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવું હવે સરળ થઇ ગયુ છે. લાઇસન્સ માટે હવે વધારે ડોક્યુમેન્ટ્સની જરૂર નહી પડે માત્ર આધારકાર્ડ દ્વારા તમે લાયસન્સ બનાવડાવી શકો છો અને તે પણ ઓનલાઇન. આધારકાર્ડના માધ્યમથી હવે તમે લાયસન્સ બનાવવું, લાયસન્સ રિન્યુઅલ અને રજીસ્ટ્રેશન જેવી સુવિધા લઇ શકશો. તો બીજી તરફ તમે તમારા બધા જ ડોક્યુમેન્ટ સરકારી પોર્ટલ પર સંભાળીને રાખી શકો છો, ગયા વર્ષે ઓક્ટોબરમાં બનાવવામાં આવેલા નિયમ હેઠળ

તમારે તમારી ગાડીના પેપર્સ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટીફિકેટ્સ, પરમિટ્સ સાથે રાખવાની જરૂર નથી. હવે તમે ટ્રાફિક પોલિસને ડિજીટલ કોપી પણ બતાવી શકશો.

તમે તમારા વાહન સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ સરકારી પોર્ટલ પર સેફ રાખી શકો છો. તેની ડિજીટલ કોપી બતાવીને તમારુ કામ પણ કઢાવી શકો છો. નવા નિયમ બાદ હવે ગાડીના દસ્તાવેજ સાથે રાખવાની કોઇ જ જરૂર નથી, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇ ચલાન સહિત વાહનના ડોક્યુમેન્ટને મેન્ટેન રાખી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો