સ્કૂલમાં કોરોનાની ફરિયાદો થશે તો DEOની જવાબદારી નક્કી થશે

ખાસ તકેદારી રાખવા કડક આદેશઃ અમદાવાદ સહિત દરેક જિલ્લામાં આજથી સ્કૂલો સાથે મીટિંગો શિક્ષણમંત્રીની તમામ DEO સાથે ઓનલાઈન મીટિંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2021

૧૧મીથી રાજ્યમાં ધો.૧૦-૧૨ની સ્કૂલો ખુલી રહી છે ત્યારે શિક્ષણમંત્રીએ આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને તમામ ડીઈઓ સાથે ઓનલાઈન મીટિગ કરી હતી.જેમાં કોરોના સંક્રમણની સ્કૂલોમાં કોઈ પણ ફરિયાદ આવી તો જે તે જિલ્લાની ડીઈઓની જવાબદારી નક્કી કરવામા આવી હતી અને તમામ ડીઈઓને કડક આદેશો કરવામા આવ્યા હતા. કોરોના રસીકરણ પહેલા રાજ્યમાં ૧૧મીથી સ્કૂલો ખુલી રહી છે અને બોર્ડ પરીક્ષાના ફોર્મ તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા માટે સ્કૂલો ખોલવી હવે જરૃરી પણ છે.શિક્ષણમંત્રીએ આજે તમામ ડીઈઓ સાથે આ મુદ્દે મીટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા શિક્ષણમંત્રી તળાજાની એસડીએમ ઓફિસથી ઓનલાઈન મીટિંગમા જોડાયા હતા અને શિક્ષણ સચિવ વડોદરાથી ઓનલાઈન જોડાયા હતા.જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓ તમામ જીલ્લાના ડીઈઓ પણ ઓનલાઈન જોડાયા હતા.

શિક્ષણમંત્રીએ સૂચના આપી હતી કે સંક્રમણની ફરિયાદ આવે અને પછી આરોગ્ય કેન્દ્ર શોધવા નીકળીએ ત પહેલા અત્યારથી દરેક જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વીઝિટ કરી તમામ તૈયારી કરી લેવામા આવે. સ્કૂલો સાથે મીટિંગો કરી ,આચાર્યોને ગાડઈલાઈન બાબતે સમજાવી પુરતુ આયોજન કરી લેવામા આવે અને દરેક જિલ્લા કક્ષાએ સતત મોનિટરિંગ થવુ જોઈએ. શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે જો કોઈ સ્કૂલમાં કોરોના સંક્રમણની ફરિયાદ આવશે અને વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો જે તે ડીઈઓની જવાબદારી નક્કી થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો