જાહેર સ્થળે ધૂમ્રપાન કરશો તો રૂપિયા 2000 દંડ થશે

રેસ્ટોરન્ટ અને એરપોર્ટ પરના સ્મોકિંગ રૂમ્સ પણ બંધ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-01-2021

કેન્દ્ર સરકાર ધૂમ્રપાન અને અન્ય તમાકુ ઉત્પાદોને લગતા નિયમોને કડક કરવાની તૈયારી કરી રહી છે. સિગારેટ તેમજ અન્ય તમાકુ ઉત્પાદનોની ખરીદી તેમજ ઉપભોગ કરવાની ઉંમરમાં વધારો થવાની વિચારણા થઇ રહી છે. અત્યારે આ ઉંમર 18 વર્ષ છે, જે હવે 21 વર્ષ તઇ શકે છે. આ સિવાય જાહેર સ્તળઓ ઉપર ધૂમ્રપાન કરવા બદલ દંડની રકમમાં પણ વધારો થઇ શકે છે. તો રેસ્ટોરન્ટ અને એરપોર્ટ ઉપર જે સ્મોકિંગ રુમ હોય છે તેને પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ તમામ સુધારાનો કેન્દ્ર સરકાર દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (જાહેરાત અને વેપાર, ઉત્પાદન, વિતરણ) સંશોધન અધિનિયમ 2020નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જમાં મુખ્ય સંશોધનની વાત કરીએ તો ધારા 6(એ) પ્રમાણે

ધૂમ્રપાન કરવાની કાયદાકિય ઉંમર 21 વર્ષ કરવામાં આવશે. સંશોધન પ્રમાણે જો કોઇ વ્ય્કતિની ઉંમર 21 વર્ષ કરતા ઓછી છે તેમજ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના પરિસરમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ થઇ શકશે નહીં.

આ સિવાય સરકારે ખુલ્લી સિગારેટના વેચાણ ઉપર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. સરકારે ધૂમ્રપાન માટેની કાયદાકિય ઉંમર કરતા ઓછી ઉંમરના વ્યક્તિને તમાકુ ઉત્પાદનના વેચાણ માટે બે વર્ષની જેલ અને 1000 રુપિયા દંડનું સંશોધન પણ રજૂ કર્યું છે. સાથે જ જાહેર જગ્યા પર ધૂમ્રપાન કરવા ઉપર 2000નો દંડ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો