મોરબીનું પાટીદાર કોરોના કેર સેન્ટર બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-1-2021

ગઇકાલે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા આગામી તા 11 થી શાળા કોલેજને ખોલવા માટેની જાહેરાત કરેલ છે. મોરબીના પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજમાં જરૂરિયાતમંદ વ્યક્તિને કોરોના થયો હોય તો આ કોરોનાગ્રસ્ત દર્દીને યોગ્ય સારવાર મળે તેના માટે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે પાટીદાર કોરોના કેર સેન્ટર નામે સંસ્થા કાર્યરત કરી હતી જો કે, શાળાઓ ચાલુ કરવાની હોવાથી આ સંસ્થાને બંધ કરવાનો નિણર્ય સંચાલક મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. શહેર અને જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અગાઉ વધી રહી હતી ત્યારે હોસ્પિટલની અંદર પણ સારવાર લેવા જવામાં લોકોની ચિંતા વધી જતી હતી જેથી કરીને મોરબી પાટીદાર સમાજ દ્વારા જોધપર ગામ પાસે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે પાટીદાર કોરોના કેર સેન્ટર નામે સુવિધા ઊભી કરવામાં આવે હતી જેનો ઘણા લોકોએ છેલ્લા દિવસોમાં લાભ લીધેલ છે જો કે, હવે આ સુવિધાને બંધ કરવામાં આવી છે. પાટીદાર કોરોના કેર સેન્ટરનાંપ્રમુખ અને મંત્રી રામજીભાઈ બાવરવાની યાદીમાં જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ધોરણ – 10 તથા ધોરણ – 12 ના અભ્યાસ વર્ગો ચાલુ થવાના છે જેના કારણે જોધપર પાસે કાર્યરત કરવામાં આવેલ પાટીદાર કોરોના કેર સેન્ટર બંધ કરવાનો સંચાલક મંડળનો નિર્ણય કરેલ છે અને આ આ કોરોના કેર સેન્ટરનો મોરબી પાટીદાર સમાજમાથી 600 જેટલા જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધેલ છે અને આજથી જ પાટીદાર કોરોના કેર સેન્ટરને બંધ કરવામાં આવ્યું છે અને આ સુવિધા ઊભી કરવા માટે ટ્રસ્ટીઓ, દાતાઓ, વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર તેમજ કાર્યકરો દ્વારા જે સહકાર આપવામાં આવ્યો હતો તેના માટે સંસ્થાના સંચાલકો દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો