અમદાવાદમાં બની રહી છે MS ધોની એકેડમી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-01-2021

અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી ખુશીના સમાચાર આવી રહ્યાં છે. શહેરના જીએમડીસી મેદાનમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. જેના ઉપક્રમે 4 ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. હાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચ બનવાની કામગીરી શરુ થઇ ગઇ છે. અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે.

યુનિવર્સિટીના છેવાડે જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલ કામગીરી ચાલી રહી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમી ઉપક્રમે 4 ગ્રાઉન્ડ તૈયારી કરવામાં આવી રહ્યાં છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલ પીચ બનાવાની કામગીર શરુ થઇ છે. જેમાં બાળકો માટે પણ વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરાઇ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો